જામજોધપુર શહેર વિષે:-

      લોકવાયકા પ્રમાણે શિકાર ના શોખીન મહારાજા જામસાહેબ એકવખત આ વિસ્તારમાં સિંહના શિકાર માટે આવેલ અને સિહના સખત હુમલામાં ઘાયેલ થયેલા મહારાજા જામસાહેબ ‘જોઘા’ નામના ભરવાડે સિંહના જડબામાં પાણી ભરવાનો લોટો ભરાવી-ગુંગળાવીને સિંહ ને મારી નાખીને બચાવેલ અને આ ભરવાડની સાહસિકતા ના ઈનામ રૂપે કઈક ઈનામ લેવા મહારાજાએ કહયું ‘જોધા’ ભરવાડે આ ઈનામ ન સ્વીકાર્યું પરંતુ મહારાજાએ કઈક આપવુ જ છે તેમ ધારી તેનું નામ અમર રાખવા આ ગામનું નામ જામજોધપુર રાખ્યું.(જામ-જામસાહેબ, જોધ-જોધા ભરવાડ, પૂર-નગર/ગામ)
જામજોધપુર શહેર વિસ્તાર એ આ તાલુકાનાં ભાણવડ શહેરથી ૩૦ કિ.મી. ના અંતરે પૂર્વ દિશામાં આવેલ છે. જે વિસ્તાર ગાયકવાડ તરીકે ખ્યાત છે/ઓળખાય છે. સુંદર ગામના અવશેષો દર્શાવે છે. હાલના સમયમાં આધુનિક બંધકામોમાં સિમેંટ કોંક્રિટનું પ્રમાણ પણ જણાય છે.

જામજોધપુર શહેર : એક પરિચય

                કોઈ પણ ગ્રામ્ય પ્રદેશ, શહેર કે નગર ના વિકાસ ની પ્રકિયા અચાનક કે ત્વરાથી અપવાદરૂપે જ થાયછે તેના વિકાસ નો ચોક્કસ ક્રમ હોય છે. આમથી તે  ક્રમશ: ગ્રામ્ય પ્રેદેશ, શહેર કે નગર ને અનિવાર્ય પણે પસાર થવું જ પડે છે . આ ક્રમિક વિકાસ નો પણ એ લાભ છે કે આ પ્રક્રિયા માંથી પસાર થયેલ નગર નુ પતન કે અધ:પતન ક્યારેય  ઝડપ થી કે એકાએક થતું નથી. હમેશા નગરના વિકાસ માં વ્યક્તિ કે વ્યક્તિઓ જાતિ કે સમુદાય, ખેતી ઉધોગ- વેપાર- ધંધાઓ, મોટા ઉધોગ કે ઉધોગપતિઓ, કુદરતી  વાતાવરણ, સ્થાનિક વહીવટીકર્તાઓ રાજય-કર્તાઓ કે સામાજિક સેવાધારીઓ –કોઈ ને કોઈ રીતે મહત્વ નો ભાગ ભજવતા હોય છે.

                  હવે આપણે  વિકાસ શબ્દ ની વ્યાખ્યા ને નગર કે શહેર ના અનુસંધાન ને વિચારતા આ વિકાસ ભૌતિક તેમજ આંતરિક બે પ્રકાર નો હોઈ શકે. જેમાં નગર-આયોજન બાગ-બગીચા –ઉધોનો , સિનેમા ઘરની સવલતો, તાર ટેલિફોન- ઈલેકટ્રીક પાણીની વ્યવસ્થા – વાહન વ્યવહારના જડપી  સાધનો, વેપાર ધંધા, ઉધોગો ઈત્યાદી વિકાસ તે ભૌતિક વિકાસ છે. જ્યારે સુદ્દઢ સમાજ વ્યવસ્થા, જ્ઞાતિ સંસ્થા છેદ ભાઈચારની ભાવના, કુરિવાજો,અશ્રદ્ધાનો ત્યાગ, માનવતા, ધર્મ- આધ્યાત્મ – સંસ્કૃતિ – સભયતા -શિક્ષણ ઈત્યાદીની ઊધ્વરગતિ એ આતરિક વિકાસ ની પરિભાષા માં આવે. તેથી હવે આપણે આઝાદી પહેલા ના સ્ટેટના સમયના નાના ગામ જોધપુરની તત્કાલિન અને હાલના જામજોધપુર ની સમ્રુદ્ધ સ્થિતિનુ અવલોકન કરીએ.

જામજોધપુર – નામકરણ

                જુનાગઢ ના મુત્સદી દોલતઆને નવાનગર સ્ટેટના જામસતપાલ  ને તેઓએ કરેલ રાજકીય સહાય ના સંદભ વિ સં ૧૬૬૩ માં ભોદ,ચોડ,જોધપુર અને
અન્ય અન્ય ૩૬ ગામો ભેટ આપ્યા. આ પ્રસંગ- સમય થી જોધપુર જામપરિવાર ના તાબાનું ગામ બન્યું. જેનું ત્યારબાદ જામજોધપુર એવું નવું નામકરણ થયું. જામજોધપુર એટલે કે જામ પરિવારનું જામજોધપુર તેમ કહી શકાય. ત્યારબાદ જૂના નવાનગર ના સ્ટેટ તરીકે ઓળખતા જામનગર જામરણજિતસિહે આ શહેરના વિકાસની પ્રક્રીયાઓ શરૂ  કરી ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે અને આ શહેરને સ્મૃધ્ધિના સોપાનસર કરાવ્યા છે.
 
ભોગોલિક પરિસ્થિતિ:

                જામજોધપુર શહેર એ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા નું મુખ્ય મથક છે. જામનગરથી લગભગ ૯૩કી.મી.દક્ષિણ માં,જેતલસર અને પોરબંદર રેલ્વે લાઈનની લગભગ મધ્યમાં આ શહેર આવેલું છે.ઓસામ,આલેચ,બરડો અને ગોપ ની ગરિમાળાઓથી ચારે તરફ ધેરાયેલું આ શહેર પ્રકૃતિ સૌદર્યનું અદ્દભુત ધામ છે. શહેર ની ચારેય દિશાઓ માં અને ચારેય ખૂણાઓમાં આવેલ- ગાંધેશ્વર,પીપળેશ્વર,પાળેશ્વર,સાતવાડ,વાવડીનીવાવ, બાવીસીમાતાજી, ગાયત્રી મંદિર, સિધ્ધેશ્વર ઇત્યાદી પ્રાચીન દેવાલયોથી રક્ષિત એવા આ શહેરને પ્રકૃતિ ધામની ઉપમાની સાથે દેવાલયોના શહેરની ઉપમાથી પણ નવાજી શકાય. ગાંધેશ્વર મહાદેવના મંદિર પાસેથી નિકળી જામજોધપુર ના પાદર માં થઈને પૂર્વ તરફ જતી પૂવવાહીની ગંગાતરીકે ઓળખાતી ગાંધણી કે ગાંધવીનદી આ શહેરની દિવ્યતા , પવિત્રતા સોંદર્ય મા વધારો કરેછે

                વરસાદ પર આધારીત આ પ્રદેશ મુખ્યત્વે ખેતીપ્રધાન પ્રદેશ છે. મગફળી, કપાસ ,જીરૂ તેની મુખ્ય પેદાશ છે. ખેતી ઉપરાંત બારેમાસ લીલાછમ રહેતા ડુગંરાળ પ્રદેશમા વસતા માલધારીઓ ના કારણે આ શહેર ઘી તથા માવા ના વેપાર નું મુખ્ય મથક બની રહયું છે. પહેલાના સમય માં અને હાલ પણ આ શહેરમાથી  શુધ્ધ ઘી ના ડબાઓની એક રાજય માથી બીજા રાજયમાં તેમજ દેશ-વિદેશમાં નિકાસ થાય છે. આ ઉપરાંત આ વિસ્તારમાં મગફળીના પાકનુ વિપુલ પ્રમાણ માં ઉત્પાદન થાય છે. તે કારણે આ વિસ્તાર માં તેલની મિલોનો વિકાસ પણ ઘણા મોટા પાયા પર થયોછે. આ રીતે વેપાર-ઉધોગ દ્રષ્ટિએ આ તાલુકો સધ્ધર ગણી શકાય. જામજોધપુરમાં બાલવા રોડ ઉપર સૌરાષ્ટ્ર નું આગવું માર્કેટિગ યાર્ડ પણ આવેલછે,જેથી ખેડૂતોને પોતાની ઉપજના સારા ભાવ મળતા થયા છે.

                વાહનવ્યવહારની દ્રષ્ટિએ જોઇએ તો જામજોધપુર શહેર સ્ટેટના રેલ્વે સાથે જોડાયેલોછે. જેતલસર અને પોરબંદર મુખ્ય મથકો ગણીશકાય. જામજોધપુર શહેરના રેલ્વેનો વિકાસ ઘણો હતો જેમાં બે રેલ્વે સ્ટેશન નો તેમાં એક ગોંડલ સ્ટેટના નેજા નીચે હતું જ્યારે બીજું બી.જી.જી.પી. રેલ્વે સાથે સંકળાયેલું હતું અને તેનો વહીવટ જે તે રાજય ના વિહીવટકર્તા ઓ સંભાળતા.પરંતુ આઝાદી બાદ રોડ ટ્રાન્સપોર્ટનો વિકાસ થતો ગયો તેમ શહેર માં પણ વાહનયહવાર ની આવન-જાવનનો વધારો થયો તેમા પણ પોરબંદર-ભાણવડ વગેરે જગ્યાએ જતી બસોને અહીથી જ જવાનું હોવાથી હાલતો આ શહેરને વાહન વ્યવહાર ની અગવડત જરા પણ નથી તેમ કહી શકાય

               આ ઉપરાંત આરોગ્ય અને મેડિકલ સવલતની અગવડતા બાબતે પણ આ શહેરનો વિકાસ થયો છે. આઝાદી પહેલા ધ્રાફાના વતની શ્રી જટાશંકર દોશી એ જામજોધપુર અને ધ્રાફા બંને વચ્ચે ચાલતું એલોપેથિક દવાખાનું શરૂ કરેલ. આઝાદી બાદ જામજોધપુરને તોઓએ કર્મભૂમિ બનાવી જામજોધપુરમાં ‘સર્વોદય ડિસ્પેન્સરી’ની શરૂઆત કરી અને રાહત દરે દવાઓ આપવાની શરૂઆત કરી. દુર-દુર ના ગ્રામ્ય પ્રદેશમાંથી લોકો પોતાના રોગ નિવારણ માટે અહિયાં આવતા. ધીમે-ધીમે સમય જતાં જામજોધપોર શહેર તેમજ જામજોધપોર તાબાના ગામો –તરસાઈ,જામવાળી, વાંસજાળિયા, શેઠવાડાળા, વિગેરે સ્થળોએ લોકલ બોર્ડ સાચાંલિત આયુર્વેદિક દવાખાનાઓ શરૂ થયા. અને આ શહેરને ૧૯૬૩ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળ્યું. ૧૯૯૦ માં શ્રી મનજી કરશનજી તથા સંતોક્બેન મનજી ચેરીટેબલ ટ્રસ્ટના રૂ.૨૫ લાખના દાન થી જામજોધપુરમાં એક અધતન મેડિકલ ઉપકરણો માથી સંપનન એવી જનરલ હોસ્પિટલ બાધવામાં આવી અને તેનું સંચાલન સરકાર હસ્તક થાય છે. હાલ શહેર ના નાના ગામડામાં પણ આરોગ્ય કેન્દ્ર સ્થપાય ગયાછે.અને તબીબી સેવા દરેક ગામમાં ઉપલબ્ધ બની છે.

No comments:

Post a Comment